તમે આ રજવાડી પ્રાણીના ઘણા પ્રકારના ફોટાઓ જોયા હશે. દોડતો, બગાસુ ખાતો, ગર્જના કરતો કે પછી શિકાર પર તરાપ મારતા વાઘના ફોટા જોયા હશે પરંતુ ફોટોગ્રાફર કેથી કોર્માકની દૃષ્ટિ કંઈક જુદી જ છે. તેણે જંગલના આ રાજાની તસવીરો બ્લેક એન્ડ વ્હાઈટમાં ઝડપીને તેનું એક અદભુત સૌંદર્ય ઉપસાવ્યું છે. પ્રસ્તુત તસવીરમાં પાણીમાં ‘ઠંડા’ થઈ રહેલ ટાઈગરનો ગજબનો ઠસ્સો ક્લિક થયો છે.