(એજન્સી) તા.૨૭
વરિષ્ઠ કોંગ્રેસી નેતા હુસૈન દલવઈએ મુસ્લિમો માટે ૫ ટકા અનામતની માગ શરૂ કરતાં રાજ્યમાં આ મુદ્દો ફરીવાર ચર્ચાનો વિષય બની ગયો છે. મહા વિકાસ અઘાડીની સરકાર એટલે કે શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનવાળી સરકાર રાજ્યમાં મરાઠાઓના અનામત મુદ્દે કંઇ પણ કરવા તૈયાર છે જ્યારે મુસ્લિમોની અનામતની વાત આવે ત્યારે આ સરકાર પણ મૌન ધારણ કરીને બેસી ગઈ છે. દલવઈ પૂર્વ સાંસદ પણ છે અને શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરાવવામાં પણ તેમણે જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ કોંગ્રેસના પ્રથમ નેતા હતા જેમણે શિવસેનાના સંજય રાઉત સાથે મુલાકાત કરી હતી. અને ત્યારબાદ જ બંને વચ્ચે ગઠબંધનની કવાયત શરૂ થઈ હતી. તેમના દ્વારા કરાયેલી બેઠકો અને તેમની મદદના સહારે જ કોંગ્રેસ ગઠબંધન કરવામાં સફળ રહી હતી. જોકે તેના મગજમાં મુસ્લિમો પ્રત્યે ભય હતો. દલવઇએ ત્યારે જ મુસ્લિમો માટે પાંચ ટકા અનામતની માગ કરી દીધી હતી. તેમણે વધુમાં કહ્યું કે મુસ્લિમોની સતત અવગણના કરવામાં આવી રહી છે અને તેમને પછાત તથા દમન હેઠળના તબકામાં રાખવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકારે સામાજિક ન્યાય કરવાનો વાયદો કર્યો છે. જોકે હવે તે પણ મુસ્લિમો માટે અનામતની માગની અવગણના કરી રહી છે. આ સરકાર દ્વારા પણ તેમની અવગણના થયાનો મુસ્લિમોને ડર સતાવી રહ્યો છે. આ દરમિયાન દલવઈએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર અને લઘુમતી બાબતોના મંત્રી નવાબ મલિકને પણ પત્ર લખ્યો હતો.
ઠાકરે સરકાર મુસ્લિમ અનામતના મુદ્દે મૌન

Recent Comments