વોશિંગ્ટન,તા.૨
ક્રિકેટ જગતને ડકવર્થ-લુઈસ નિયમ આપનારા ગણિતશાસ્ત્રી ટોની લુઈસનું નિધન થઈ ગયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. તેમણે ગણિતશાસ્ત્રી ફ્રેંક ડકવર્થની સાથે મળીને વરસાદને કારણે રદ થનારી ક્રિકેટ મેચ માટે ૧૯૯૨માં ડકવર્થ-લુઈસનો ફોર્મૂલા આપ્યો હતો. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ જણાવ્યું છે કે, ટોની અને ફ્રેંકના યોગદાનને કોઈ ભૂલાવી શકતું નથી. ક્રિકેટ આ બંને લોકોની હંમેશા આભારી રહેશે.
ટોની અને ફ્રેંકના ફોર્મૂલાને અનેક વખત ટિકાનો સામનો પણ કરવો પડ્યો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાના એક ગણિતશાસ્ત્રી સ્ટીવન સ્ટર્ને હાલના સ્કોરિંગ-રેટ મુજબ આને ફોર્મૂલાને રિવાઈઝ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૪થી ડકવર્થ-લુઈસ-સ્ટર્ન તરીકે ઓળખાવવા લાગ્યું.
૧૯૯૨ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સેમીફાઈનલ દરમિયાન આ ફોર્મૂલાને લાગુ કરવા વિચાર કરવામાં આવ્યું હતું. આ મેચમાં જીત માટે આફ્રિકાની ટીમને ૧૩ બોલમાં ૨૧ રનની જરૂર હતી. પરંતુ વરસાદને કારણે મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ આફ્રિકાના ખેલાડી સ્કોર બોર્ડ પર ૧ બોલમાં ૨૧ રનનો લક્ષ્યાંક જોઈને હેરાન થઈ ગયા હતા. આ મેચ આફ્રિકા ૧૯ રનથી હારી ગઈ હતી. ત્યારબાદ આઈસીસીએ ડકવર્થ-લુઈસ સિસ્ટમ પર વિચાર કર્યું હતું.