ડભોઈ, તા.૧૫
ડભોઇ ના બે ઇસમો એ ટીમ્બી ફાટક નજીક એક ઈસમ ને લૂટચલાવી હતી આ બંને ઇસમો વિરુધ્ધ ફરીયાદ થતાં ડભોઇ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી હતી. જો કે હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ ને પગેલ બંને આરોપીઓ ના કોરોના ટેસ્ટ કરાવતા બે માથી એક લઘુમતી કોમના ઈસમ નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સઘન કાર્યવાહી હાથ ધરતા કોરોના પોઝીટીવ ઈસમ ના વિસ્તાર ને સેનેટાઈઝ કરી સમગ્ર વિસ્તાર ને બફર ઝોન માં તબદીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે પોલીસ સ્ટેશન માં પણ સેનેટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે તંત્ર દ્વારા આ વ્યક્તી ના સપર્ક માં આવનાર ૧૮ ઉપરાંત લોકોની તમામ ની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડભોઇ તાલુકાનાં દંગીવાડા ગામ ના મહેશભાઈ બારીયા સાથે ગત તા.૧૨મી ના રોજ ટીંબી ફાટક નજીક લૂટવામાં આવ્યા હતા આ વાત ની ફરીયાદના આધારે મહુડી ભાગોળ નજીક ના કુલદીપ હીરાલા શર્મા અને ઐયુબભાઈ મીયાભાઈ તાઈ લૂટના ગુન્હા માં અટકાયત કરવામાં આવી હતી હાલા કી તકેદારીના ભાગ રૂપ પોલીસ દ્વારા હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ ને પગલે બંને ઇસમો ના કોરોના મેડીકલ તપાસ કરવામાં આવી હતી જેમાં ઐયુબભાઈ મીયાભાઈ તાઈનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને ડભોઇ પંથક માં પ્રથમ કેશ કોરોના નો આવતા ની સાથી તંત્ર માં ભારે હાડબડી મચી જવા પામી હતી. પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, અને પાલીકા સહિત સેવાસદન અધીકારીઓ દ્વારા રામટેકરી વ્સિતાર માં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જો કે આ ઇસમોમાનો કુલદીપ નો રિપોર્ટ હાલ નેગેટીવ આવ્યો છે પણ આ બંને ઈસમ ના સંપર્ક માં આવેલા ૧૩ જેટલા ઇસમો ના પણ મેડીકલ તપાસ માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે સમગ્ર વિસ્તાર ને પાલીકા દ્વારા સેનેટાઈઝ કરી રામટેકરી અને સુંદરકૂવા વિસ્તાર ને બફર ઝોન જાહેર કરાયો હતો.