ડભોઇ, તા.૨૭
ડભોઇ ની એક અગ્રણી ગેસ એજન્સી ની બહાર ગ્રાહકો ની લાઈનો લાગતા સોસિયલ ડિસ્ટન્સિંગ નો અભાવ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક એજન્સી માંથી કોઈ પણ જવાબદાર વ્યક્તિ કે કર્મચારી આ ભેગી થયેલ ભીડ ને છુટા ઉભા રાખવા માટે ત્યાં હાજર ન હતું. એક તરફ જ્યાં સંક્રમણ ના થાય એ હેતુ થી ગામ ના વેપારી મહાજન મંડળ દ્વારા બજાર બપોર ૨ વાગ્યા બાદ બંધ રાખવા માં આવ્યું છે,ઉપરાંત આરોગ્ય ખાતું,મામલતદાર ,પોલીસતંત્ર,દરેક સરકારી તંત્ર આજે ડભોઇ માં વધી રહેલા કોરોના સંક્રમણ ને નાથવા ડભોઇ ના હિતમાં જરૂરી તમામ પગલાં ભરી રહ્યું છે.જયારે આવી તસ્વીર જોતા પ્રજા માં ગુસ્સો જોવા મળી રહ્યો છે.આ ભીડ જ્યાં ભેગી થાય છે તે એજન્સી એક રહેણાંક વિસ્તાર ની સોસાયટી માં આવેલ છે.જો આજ રીતે ત્યાં ભીડ ભેગી થાય છે તેનાથી સ્થાનિક લોકો કે જેઓ ત્યાં રહી રહ્યા છે તેઓને સંક્રમણ નો ખતરો થઇ શકે એમ છે જેથી સ્થાનિકો માં પણ આ અંગે ગુસ્સો જોવા મળી રહ્યોં છે.સ્થાનિક લોકો ના જીવ જોખમ માં મૂકી ફક્ત ધંધા ની ચિંતા કરતા એજન્સી માલીક આ અંગે ધ્યાન દોરી પોતાના ગ્રાહકો તેમજ સ્થનિકો ના હિત નું વિચાર કરી કોઈ આયોજન કરે જેથી એટલી ભીડ જમા ના થાય અને ગ્રાહકો ને પણ તકલીફ ના પડે.