ડભોઈ, તા.૨
ડભોઇ ખાતે આવી પહોંચેલા સુરતના પરપ્રાંતીઓ ને પરત મોકલવા પોલીસ તંત્ર તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાકીદ હાથ ધરાઇ હતી. આ પરપ્રાંતીઓને તેમના વતન જવા મળી હતી પરમિશન પણ અલીરાજપૂર બોર્ડરથી જ તેમણે પરત મોકલવામાં આવ્યા હતા. ડભોઇ વેગા નજીક આવી પહાેંચતા ૭૦૦ ઉપરાંત પરપ્રાંતીઓને ડભોઇ પોલીસ દ્વારા કરજણ સુધી લઈ જવાયા ત્યાંથી કરજણ પોલીસ દ્વારા ભરુચ અને ત્યાર બાદ સુરત જ્યાથી નિકળ્યા હતા પરત પહોચાડવા તાકીદ હાથ ધરાઇ હતી. હાલ ચાલી રહેલા લોકડાઉનને પગલે શ્રમિક પરીવારો મોટી સંખ્યામાં મજૂરી કરવા ગુજરાત આવ્યા હોય અંટવાયા હતા ગુજરાત સરકાર દ્વારા આ પરપ્રાંતીઓ ને તેમના વતન જવા માટે વાહનો અને પરવાનગી આપવામાં આવી છે પરંતુ તેમના વતન ઉત્તર પ્રદેશ સરકાર અને મધ્ય પ્રદેશ સરકાર ગુજરાત માથી આવતા પરપ્રાંતીઓ ને પ્રવેશ ના આપવા માં આવતા આવા શ્રમિક પરિવારો ઘરે જય શકતા નથી અને બોર્ડર ઉપર થી જ તેમણે જ્યાં થી આવ્યા ત્યાં પરત જવા ના સૂચનો અપાતાં આવા ૧૧ જેટલા વાહનો આજ રોજ ડભોઇ વેગા નજીક આવી પહોચ્યા હતા જેમને ડભોઇ પોલીસ તંત્ર અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પરત જે સ્થળ ઉપર થી આવ્યા હતા ત્યાં સધી મૂકી આવા માટે ની તાકીદ હાથ ધરવામાં આવી હતી આશરે ૭૦૦ ઉપરાંત શ્રમિક પરિવારો પોતાના વતન જવા માટે સુરતથી નિકળ્યા હતા.