ડભોઈ, તા.૧૮
ડભોઇ દારૂલ ઉલુમ મહમુદીયા ડભોઇ વેગા ગામ પાસે મદ્રસામાં કોવિડ કેર સેન્ટરનું ૧૧ દિવસ પહેલા ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી આજરોજ છ દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી હતી. દારૂલ ઉલુમ મહમુદીયા વેગા મદ્રેસા ખાતે કોવિડ કેર સેન્ટર ગત ૭મી ઓગસ્ટના રોજ ઝુબેરભાઈ ગોપલાની મ્સ્ડ્ઢ બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, ડોક્ટર ગુડિયા રાની મ્ર્ૐં ડભોઇ આરોગ્ય વિભાગ તથા જમીઅતે ઊલમા-એ-હિન્દ ડભોઈ, ડભોઇ મુસ્લિમ ડોક્ટર, ડભોઇ મુસ્લિમ સમાજના સહયોગથી અને સરકારની ગાઈડલાઈન મુજબ કોવિડ કેર સેન્ટરની નિશુલ્ક તમામ સમાજના લોકો માટે શરૂઆત થતાં ૧૫ ઉપરાંત કોરોના દર્દીઓ આ સારવાર લઈ રહ્યા જેમાં હાલ ૧૫ હિન્દુ સમાજના દર્દીઓ અને એક મુસ્લિમ સમાજનો દર્દી મફત સારવારનો લાભ લઇ રહ્યા હતા જે પૈકી આજે છ દર્દીઓ સાજા થઇ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ સાથે જમિયતે ઉલ્માએ હિંદ ડભોઇ હાફિઝ ઈલ્યાસ મુનાફભાઈ અત્તરવાલા, હાફિઝ ઝકરીયા અત્તરવાલા, નિશારભાઈ હનીફભાઇ ખત્રી, ચાચાવાલા, મકબુલભાઈ મુલ્લા વગેરેના પણ સેવાકીય કાર્યમાં જોડાયેલા હતા.