(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.રપ
ડભોઇ તાલુકાના અંગુઠણ ગામે રહેતો વિનોદભાઇ સુખદેવભાઇ રાઠોડિયા તેના જ ગામની ૧૫ વર્ષીય યુવતીને પટાવી ફોસલાવી ખેતરની સીમમાં લઇ જઇ ત્યા તેની સાથે મરજી વિરૂદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ યુવતીની માતા દ્વારા ડભોઇ પોલીરને કરી હતી. જેમાં યુવતીના પીતા બીમાર હોઇ માતા રોજી રોટી માટે ચોકલેટ બિસ્કિટનો ગલ્લો ચલવી ગુજરાન ચલાવતી હતી. ગત ૨૦મી જાન્યુઆરીના રોજ માતા દુકાન બંધ કરી ઘરે પરત ફરતા પોતાની સગીર દીકરીને ઘરે ન જોઇ આસપાસ તપાસ કરતા તેના દિયર દ્વારા જાણવા મળેલ કે પાછળના ફડિયામાં રહેતો વિનોદભાઇ રાઠોડિયા અવાર- નવાર ઘર પાસે આંટા મારતો હતો મેં તેને ખખડાવ્યો હતો. યુવતી બીજા દિવસે ઘરે પરત આવેલ અને તે ડરી ગયેલ હતી તેને પૂછતાછ કરતા તેને જ્ણાવેલ કે, વિનોદભાઇ રાઠોડિયા ઘરે આવેલ અને મારે તારી સાથે વાત કરવી છે તેમ કહી મને અંગુઠણ ગામની સીમમાં લઇ ગયેલ અને ત્યા તેને મારી સાથે મારી મરજી વિરૂદ્ધનું કૃત્ય કર્યું છે ની વાત સગીરાએ તેની માતાને જણાવતા તેની માતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા ડભોઇ પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાનુની કાર્યવાહી હાથ ધરી છે.