ડભોઈ, તા.ર૧
ડભોઇ તાલુકાનાં કડધરા નજીક આવેલ કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડતા તેમજ કેનાલ ઓવર ફ્લો થતાં આસપાસના ખેતરોમાં પકવેલ ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આશરે ૫૦૦ વિઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે. ડભોઇ તાલુકાના કડધરા ગામ નજીકથી પસાર થતી કુંઢેલા બ્રાંચની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે તેમજ વધુ પાણી આવી જતાં કેનાલ ઓવરફ્લો પણ થઈ હોવાને પગલે આ વિસ્તારના ૫૦૦ ઉપરાંત વિઘામાં વાવાયેલ ડાંગરના પાકને ભારે નુકશાન થવા પામ્યું હતું. આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા નિગમના વહીવટી અધીકારીઓને ઘણી વાર રજૂઆતો કરી છતા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહ્યું હોય આખરે હાલની કોરોના મહામારી અને લોકડાઉન જેવા સમયમાં કડધરા ગામના ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે નર્મદા નિગમના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોચતા ઇન્ચાર્જ ડે.એંજિનિયર એસએસ વસાવા દ્વારા સ્થળ ઉપરની હાલત જોઈ આ વિસ્તારના ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે, અમો ઉપલી કક્ષાએ આ અંગે રિપોર્ટ મોકલીશુ અને ત્વરીત પગલાં લઈ કેનાલ રીપેર કરાવીશું પણ ખેડૂતોને થયેલ નુકસાનની ભરપાઈ કેવી રીતે થશે સરકાર આ ખેડૂતોને નુકસાન માટે સહાય કરશે કે કેમ તે તો આવનાર સમય બતાવશે.
Recent Comments