ડભોઈ, તા.૧૩
વડોદરા ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ડભોઇ તાલુકાના ગોપાલપુરા ગામ પાસે વાહન ચેકિંગમાં દરમિયાન બોલેરો પીકઅપ ગાડીમાં સૂકા ઘાસ નીચે ઈંગ્લીશ દારૂ ભરીને વડોદરા તરફ જઈ રહી હોવાની બાતમી આધારે પોલીસે બાતમીવાળી ગાડી આવતા જેમાં તપાસ કરતા કુલ ઈંગ્લિશ પેટી ૪૦ બોટલ નંગ ૬૪૮ કિંમત બે લાખ ૫૭ હજાર ચારસો ગાડી કિંમત ત્રણ લાખ બે નંગ મોબાઈલ ૫૫ સો મળી કુલ રૂપિયા ૫ લાખ ૬૨ હજાર નવસો મુદ્દામાલ કબજે કરી સાથે ગાડી ચાલક જગદીશભાઈ વાલાભાઈ ચોવટીયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.