ડભોઈ, તા.૧પ
ડભોઇ તાલુકા માં લગ્નની લાલચ આપી શિરોલા ગામ ના યુવકે ૧૬ વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને કુવારી માતા બનાવતા ડભોઇ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જ્યારે ડભોઇ પોલીસમાં સગીરાની માતા દ્વારા ફરિયાદ કરતાં પોલીસે યુવક અને તેની માતાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ પોલીસમાંથી જાણવા મળતી ચકચારી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના શિરોલા ગામે રેહતા યુવકે આદિવાસી સગીરાને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈ વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી ગર્ભવતી થઈ જતાં યુવકે તેની માતાની મદદથી યુવતીને તેના પરિવારોની જાણ બહાર ગર્ભ પડાવવા તેમજ જાનથી મારી મારીનાખવાની ધમકી આપી હતી. આ વાતની જાણ સગીરાની માતાને થતાં દુષ્કર્મ આચારનાર ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષભાઈ પાટનવાડીયા રહે શિરોલા અને યુવકની માતા કોકીલાબેન શૈલેષભાઈ પાટણવાડીયા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આ સમય દરમિયાન સગીરાએ તા.૧૧મી ઓક્ટોબરના રોજ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપતા સગીરાની માતાએ યુવકને સગીરા સાથે લગ્ન કરવા જણાવેલ પણ યુવક અને તેની માતા દ્વારા જાતિ અપમાનીત કરી તમારી દીકરીને જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જાવ અમારે તેને પત્ની તરીકે રાખવી નથી તેમ જણાવતા મજબૂર સગીરાની માતાએ આખરે ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ, પોસ્કો સહિત બળાત્કારની ફરિયાદનો ગુનો દાખલ કરી જે આધારે ડભોઇ પોલીસ દ્વારા શિરોલા ગામેથી યુવક ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષભાઈ પાટણવાડીયા અને તેની માતા કોકીલાબેન શૈલેષભાઈ પાટણવાડીયાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઈના શિરોલા ગામે સમાજને કલંકરૂપ ઘટના લગ્નની લાલચ આપી નરાધમે સગીરા પર દુષ્કર્મ આચરી કુવારી માતા બનાવતા લોકોમાં ફિટકાર

Recent Comments