ડભોઈ, તા.૧
ડભોઈના નામાંકિત અને વરિષ્ઠ સિનિયર ધારાશાસ્ત્રી ખાલીદ હુસેન કે કડિયાનું સવારે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતાં વકીલ મંડળ તેમજ તેઓના પરિવારમાં અને સમાજમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સિનિયર ખાલીદ હુસેન કે કડિયા ડભોઈ નગરપાલિકાના માજી પ્રમુખ અને ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખપદે સેવા બજાવી ચૂકેલા હતા, તેઓના જનાઝામાં મોટી સંખ્યામાં વકીલો ગામના અગ્રણીઓ સહિત સમાજના લોકો જોડાયા હતા તેઓને દફનવિધિ હીરાભાગોળ બહાર આવેલા માઈ સાબમાં કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. ભાઈચારા, ગામની એકતા અને સમાજ સંગઠિત અને સામાજિક કાર્યો કરવામાં તેમનું અનેરૂ યોગદાન રહ્યું હતું.