(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.૧૬
ડભોઈ તાલુકાના સીતપુર વસાહતના એક ખેતરમાંથી ગળું દબાવી હત્યા કરેલ યુવતીની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
ડભોઇ પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી અનુસાર તાલુકાના સીતપુર વસાહતમાં રહેતા જેઠાભાઈ પીડિયાભાઈ વસાવાએ તેમની દીકરી રીનાબેનના લગ્ન નસવાડી તાલુકાના હરિયા બાર ગામે રહેતા મુકેશભાઈ ચીમજીભાઈ ડુંગરાભીલ સાથે કારાવ્યા હતા પણ લગ્નને નવ વર્ષ થઈ ગયા હોય રીનાબેનને સંતાન ન થતાં વારંવાર ઝઘડો થતો હતો. જેને લઈ છેલ્લા એક વર્ષથી રીનાબેન પોતાના પીયર સીતપુર વસાહત આવી રહેવા લાગેલ ગત રોજ તેનો પતિ મુકેશ રાત્રે આવી તેને ફોન કરી સીતપુર ઘરેથી નજીકના ગામના ખેતરમાં બોલાવી હતી. જ્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં મુકેશ ઉશ્કેરાઈને રીનાબેનનું ગળું દબાવી દઈ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ દીકરી ઘરે આવી ન હોય પરિવારે શોધખોળ કરતાં નજીકના ખેતરમાંથી તેની લાશ મળી આવતા આ સમગ્ર બનાવ અંગેની જાણ ડભોઇ પોલીસને કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવતીના પીતા જેઠાભાઈ વસાવાએ યુવતીના પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ભાગી છૂટેલા યુવતીના પતિની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ડભોઈના સીતપુરમાં પતિ દ્વારા ગળું દબાવી પત્નીની હત્યા

Recent Comments