ડભોઇથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ્વે લાઇન નવીન તેમજ કરજણ અને ચાંદોદની નવીન બોર્ડગેજ લાઇનમાં રૂપાંતર કરવાનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ડભોઇ રેલ્વે સ્ટેશનને પણ નવા રૂપ, રંગમાં આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે. ડભોઇ જંકશન એશિયાનું નંબર વન જંકશન ગાયકવાડી શાસનકાળ દરમ્યાન હતું. ડભોઇ રેલ્વે જંકશનના જૂના બિલ્ડીંગને તોડી નવું આધુનિક બિલ્ડીંગ બનવામાં આવ્યું છે. જે હાલ બનીને તૈયાર છે. ટૂંક સમયમાં ડભોઇમાં અનેકો ટ્રેન દોડતી થસે જેને કારણે ડભોઇ પંથકમાં લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.
Recent Comments