(સંવાદદાતા દ્વારા) ડભોઈ, તા.પ
ડભોઇ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજરોજ ડભોઇ વકીલના બંગલા પાસે વસીમભાઈ સૈયદના ઘરે ઈલ્મા ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા શિબિરનું યોજવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ જે ભણવામાં હોશિયાર છે પરંતુ પોતાના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ આગળ ભણી શકતા નથી. તેવા કુટુંબના વિદ્યાર્થીઓને આગળ ભણાવવા-પ્રોત્સાહિત કરવાના હેતુથી આ શિબિર યોજવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે તેઓમાં રહેલી ટેલેન્ટાને બહાર લાવવા માટે આ ટ્રસ્ટના આયોજકોએ જાહેર કર્યું કે, જે વિદ્યાર્થી ધોરણ ૧૦માં ૭૦ ટકા કે તેથી વધુ ટકા લાવે અને તે વિદ્યાર્થી સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈ ભણવાનો પ્રયત્ન કરે તેવા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧ પછીના બધા જ વર્ષ માટે એટલે કે તે વિદ્યાર્થી જ્યાં સુધી ભણે ત્યાં સુધી ભણવાનો સંપૂર્ણ ખર્ચ આ ટ્રસ્ટ ઉઠાવી લેશે અને તેવા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી ઊંચા શિખરો પ્રાપ્ત કરે તેવા હેતુથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમથી સમાજમાં એજ્યુકેશન પણ વધે અને સમાજના નબળા કુટુંબના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી સારી નોકરી પ્રાપ્ત કરી પોતાનું ગુજરાન ચલાવે અને પોતાના પગભર સક્ષમ થઈ શકે. એમ તાહિર અલી સૈયદ (સાવલી ગોઠડાં)એ જણાવ્યું હતું.