ડભોઈ,તા.૧૩
ડભોઇ વિધાન સભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કોરોના સામે લડવા માટે વોલેન્ટિયરોની ટીમ બનાવી વિવિધ વિસ્તારોમાં જ્યારે જન જાગૃતી અભીયાન શરૂ કરાયું છે ત્યારે ડભોઇ નગરના મુસ્લિમ તબીબો અને આગેવાનો એ પણ આ અભીયાનને સમર્થન આપ્યું છે. આ અભિયાન અંતર્ગત ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં જાગૃતી બેઠક લઘુમતીકોમના આગેવાનો સાથે મળી હતી જેમાં કોરોના સામે લડવા માટેના જરૂરી સૂચનો વકીલ અશ્વીનભાઈ પટેલ અને ડોક્ટર સોએબ બાબુજીવાળા દ્વારા આપવામાં આવ્યા હતા. ડભોઇ વિધાનસભા વિસ્તારમાં લોકોમાં જાગૃતી આવે તે હેતુ સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા યુવાનોની ટીમો બનાવી કોરોના જાગૃતી અભીયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયને ડભોઇના લઘુમતી કોમના લોકો એ પણ સમર્થન આપ્યું છે. ગત રોજ વકીલ અશ્વીનભાઈ પટેલ અને લઘુમતી કોમના તબીબ ડો.સોએબ બાબુજીવાળાના અધ્યક્ષતામાં મહુડીભાગોળ વિસ્તારમાં લઘુમતી કોમના લોકોમાં જાગૃતી લાવાના પ્રયાસ હેતુ કોરોના જાગૃતી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના સામે લડત આપવા શું શું પગલાં ભરવા જોઈ એ તે અંગેનું જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના કોરોના જાગૃતી અભિયાનને ડભોઇ લઘુમતી કોમનો પણ સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે લઘુમતી કોમના તબીબો એ પણ જરૂર સમયે આગળ આવી સેવા આપવા માટે નું સમર્થન આપ્યું હતું. આગામી સમય માં ડભોઇ પંથક માં કેશો વધે તો હિન્દુ-મુસ્લિમ એક થઈ આ મહામારી બીમારી સામે લડત આપવા તૈયાર હોવાનું વકીલ અશ્વીનભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું.