(સંવાદદાતા દ્વારા) ડભોઈ,તા.૧૬
ડભોઇ નગરમાં ગત રોજ વિમલ ગુટખાની લૂંટચલાવનાર ઐયુબભાઈ તાઈના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ૧૩ જેટલા લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તેમના સેમ્પલ તબીબો દ્વારા ચેકઅપ કરાયા હતા. આ સાથે પોલીસ વિભાગે પણ તેમને લોકઅપમાં રાખ્યા હોય ફરજ પર તૈનાત પોલીસના ૧૨ જવાનોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૫ લોકોના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા જ્યારે ડી.સ્ટાફમાં ફરજ હેડ કોન્સટેબલનો રિપોર્ટ પોઝિટિવ આવતા નગરમાં કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. હેડ કોન્સટેબલ રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડભોઈમાં બીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તો હજી ૬ પોલીસ જવાનોના રિપોર્ટ પેન્ડીંગ છે. અને ૫ પોલીસ જવાનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડભોઇ નગરમાં એક પછી એક ૨ કેસ પોઝિટિવ આવતા જ તંત્ર હરકતમાં આવ્યું છે અને કલેક્ટરના આદેશથી પોઝિટિવકેસ આવેલા ઐયુબભાઈ તાઈના રામટેકરી વિસ્તાર સહિત ૭ વિસ્તારો જેમાં છીપવાડ, સુંદરકૂવા, ગેબનશા દરગાહ, જલાલશા દરગાહ, સરબતકૂવા વિસ્તાર અને વોરવાડ વિસ્તારોના ૩૩૦ મકાનોમાં વસવાટ કરતાં ૧૬૫૦ લોકોના બફર ઝોનમાં રાખી વડોદરાથી આવેલ મેડિકલ ટીમ દ્વારા સમગ્ર વિસ્તારના મેડિકલ સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.