ડભોઈ, તા.ર૪
ડભોઇ પંથકનું ૨૦૨૧ના શિયાળાનું સૌથી વધારી ધુમ્મસ જોવા મળ્યું શિયાળામાં ધુમ્મસ અને ઠંડી છેલ્લા બે દિવસથી ડભોઇ પંથકમાં હતી પણ આજે વહેલી સવારે એકા-એક નગરના રાજ માર્ગો ઉપર ધુમ્મસની ચાદર છવાઈ હતી. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ડભોઇ ખાતે શિયાળાની રૂઋમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જે સવારે ૯ વાગ્યા સુધી રોડ રસ્તા સહિત શેરીઓને છૂપાવી દઈ નયન રમ્ય નજારો જોવા મળ્યો હતો. વહેલી સવારે ગાઢ ધુમ્મસ નગરના રાજ માર્ગો ઉપર જોવા મળ્યું હતું. ડભોઇ નગરના શેરી મહોલ્લા, દુકાનો, ઘરો સહિત એસટી ડેપો, કોલેજ અને ડભોઇ વડોદરા રોડ ઉપર ધુમ્મસને પગલે બધુ જ અધરશ્ય થયું હોય તેમ જોવા મળ્યું હતુ. આ ધુમ્મસનો નજારો આ વખતે સવારે ૧૦ વાગ્યા સુધી રહ્યો હતો. જેને પગલે નગરજનો નયન રમ્ય નજારો જોઈ આનંદિત થઈ ઉઠ્યા હતા. તો ડભોઇ વડોદરા રોડ તેમજ ડભોઇ તિલકવાડા સહિત ડભોઇ શિનોર રાજપીપડા રોડ ઉપર ગાઢ ધુમ્મસને પગલે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. વાહન ધીમી ગાતી એ ચાલવા વાહનચાલકો મજબૂર બન્યા હતા.
Recent Comments