ડભોઈ, તા.૨૩
ડભોઇ હાલ ચાલી રહેલ કોરોના વાઇરસ ને પગલે તંત્ર સજ્જ બન્યુ છે. ડભોઇ આવેલ ૪૮ લોકો ને તાત્કાલિક કરોન્ટાઈનમાં રખાયા હતા. નાયબ કલેકટર હિમાંશુ પરીખ ના અધ્યક્ષતા મા મળી મિટિંગ યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગ મામલતદાર નગરપાલિકા, અને પોલીસ તંત્ર સહિત સામાજિક અગ્રણીઓ ને સાથે રાખી બોલાવાઈ મિટિંગ આગામી સમય મા કડક કાર્યવાહી સાથે તંત્ર કોરોના સામે લડત આપવા ચર્ચા કરાઈ હતી. સમગ્ર વિશ્વ મા કોરોના વાઇરસ ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે તેની તકેદારી ના ભાગ રૂપ વડોદરા જિલ્લામાં ૧૪૪ કલમ લાગુ કરવામાં આવી છે. ડભોઇ નાયબ કલેકટર હિમાંશુ પરીખ દ્વારા સેવાસદન ખાતે ખાસ તાત્કાલિક અધિકારીઓ ની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્ય અધિકારીઓ મા ડો.ગુડિયા રાણી,ડો.અજય સિંહ, પોલીસ ડી.વાય.એસ.પી.ચૌધરી, પી.આઈ.જે.એમ.વાઘેલા, મામલતદાર જય પટેલ,નગરપાલિકા ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ તેમજ નગર આગેવાન વકીલ અસ્વીનભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. કરોના વાઇરસ ને ચાલતે ડભોઇ મા વિદેશ થી આવેલ ૪૮ લોકો ને હાલ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. ડભોઇ મા કરોના વાઇરસ નો કેસ ન થાય તેની તકેદારીના ભાગ રૂપ કોઈ પણ વ્યક્તિ જરૂરી કામ સિવાય ઘર મા થી બહાર ન નીકળે તેની તકેદારી માટે પોલીસ ને સૂચનો અપાયા હતા તો તબીબો ની ટિમ ને આવા સંજોગો મા અડીખમ રહેવા સૂચનો કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ૧૪૪ કલમ નું કડક પાલન લોકો મા કરવા આદેશ આપવામાં આવ્યા છે.