(સંવાદદાતા દ્વાર) ડભોઈ, તા.ર૦
ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નિગમ દ્વારા સીતપુરથી છત્રાલ સુધી ભૂગર્ભ પાઇપલાઇનથી નર્મદા માઇનોર ગુજરાતી કેનાલમાંથી પાણી ખેડૂતોને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી પરંતુ ખેતીકામ માટે પાણી ખેડૂતોને નહીં મળતા નાના ખેડૂતોના પાક સૂકાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા આમ તો સિદ્ધપુરથી છત્રાલ ૧૭ કિ.મી. લાંબી છત્રાલ માઇનોર નર્મદા નિગમની કેનાલમાંથી બે હજાર હેક્ટર જમીનને ખેતીકામ માટે પાણી મળે તેવા આયોજન સહ ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી. પરંતુ આ પાઈપલાઈન તકલાદી બનાવેલ હોય જ્યાં ત્યાં તૂટેલ બિસ્માર ભંગાર હાલમાં જોવાઈ રહી છે. જ્યારે તેના વાલ્વ પણ જ્યાં ત્યાં તૂટેલી સ્થિતિમાં છે આ વિસ્તારના સિતપુર, વડજ, સાઠોદ, ગામડી, કનાયડા, મોટા હબીપુરા, મંડાળા, કોઠારા બારીપુરા, છત્રાલ જેવા ગામના ખેડૂતોને જે ખેતરોમાં પાણી મળવું જોઈતું હોય તે પાણી ના મળતા ખેડૂતોની ખેતી જેવી કે કપાસ, દિવેલા અને શાકભાજી તેમજ ઘાસચારો સૂકાઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ તો ખેડૂતો પાક પણ પકવી શક્યા નથી. અગાઉ વધારે પડતા વરસાદ પડતા ખેતીમાં નુકસાન થયું છે. જ્યારે નર્મદા નિગમ દ્વારા પાણી મળશે તેવી આશા કરી આ વિસ્તારના ખેડૂતો કઈ પાક પાકી તેવી આશાઓ સેવી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી હલકી અને તકલાદી કામગીરી કરવામાં આવી હોય આખરે ખેડૂતોને તેના ખેતર સુધી પાણી ન પહોંચતાં ખેડૂતો પરેશાનીમાં મૂકાઇ ગયા છે. એક તરફ ગુજરાત સરકાર અને નર્મદા નિગમ દ્વારા સરદાર સરોવરનું પાણી છેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડાયું છે. ત્યારે નજીકના ગામોને કેમ નર્મદા નિગમના અધિકારી પાણી પહોંચવામાં ઢીલી નીતિ રાખી રહ્યા છે. જો ખેડૂતોને પોતાના ખેતરોમાં પાણી ન મળે અને પાક સૂકાઈ જાય પછી છેવટે ખેડૂતો આત્મહત્યા તરફ વળે તો કે ચોમાસામાં નિષ્ફળ ગયેલા પાક બાબતે તંત્ર દ્વારા બે-બે વખત સર્વે કરાયા પછી પણ તેનું વળતર હજુ ખેડૂતેને મળ્યું નથી. ઉપરાંત ખેડૂતોએ બેંકમાંથી લીધેલી લોન પણ ભરપાઈ કરી શક્યા નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં જગતનો તાત જાય તો જાય કયાં ?
ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પાણી નહીં મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

Recent Comments