ડભોઇ પંથકમાં ૭૨મા પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજ કેમ્પસ, સેવાસદન, નગરપાલિકા, તાલુકા પંચાયત, રેલવે સ્ટેશન સહિત ડભોઇ નગરની દયારામ શાળા, નોબલ સ્કૂલ સહિતને તમામ શાળાઓમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જ્યારે ડભોઇ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની કોલેજોમાં સામૂહિક ધ્વજારોહણ સંસ્થાના ઉપપ્રમુખ દિલિપ નાગજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય સુનિલભાઈ પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટી મુકેશ વસાઈવાલા, ઠાકોર પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડભોઇની દયારામ કેળવણી મંડળ સંચાલિત દયારામ શાળા ખાતે પણ પ્રમુખ દીપક ભોઇવાલાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પણ ટ્રસ્ટી મંડળ ગોપાલ દરજી, મંત્રી મહેશ વી.શાહ, રમેશચંદ્ર આર.દરજી,કેયૂર દેશાઈ, નવીનચંદ્ર ચોકશી, અરવિંદ શાહ, તેમજ આચાર્ય અંકુર પટેલ, એમ.પી.દેસાઈ સ્કૂલ ના આચાર્ય નિશાંતભાઈ સહિત શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.આ પ્રસંગે કોલેજ કેમ્પસ અને શાળાઓમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા સાથે સાથે નગર ની વિવિધ શાળાઓમાં પણ ધ્વજારોહણ સહિત સંસ્કૃતીક કાર્યક્રમો યોજાયા હતા.