અમદાવાદ, તા. ર૪
ડાયરેકટર જનરલ, નેશનલ એકેડમી ઓફ ઈન્ડિયન રેલવેઝ વડોદરાનો કાર્યભાર ૧૯૮૧ની બેચના ઈન્ડિયન રેલવે સર્વિસ ઓફ સિગ્નલ એન્જિનિયરિંગ (આઈઆરએસએસઈ)ના અધિકારી પ્રદિપકુમારે સંભાળ્યો છે અને તેઓ ૧૯૮૩માં ઉત્તરીય રેલવેમાં જોડાયા હતા. તેઓએ ઉત્તરીય રેલવે, દક્ષિણ પૂર્વ રેલવે, દક્ષિણ સેન્ટ્રલ રેલવે, પશ્ચિમ રેલવે ઈલેકટ્રીફિકેશન, રેલવે બોર્ડ તથા રેઈલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.નવી દિલ્હીમાં પણ સેવાઓ બજાવી હતી.
તેઓએ યુનિવર્સિટી ઓફ રૂરકી (હાલ આઈઆઈટી, રૂરકી) ૧૯૮૦માંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ (ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન), માસ્ટર ઓફ એન્જિનિયરિંગ અને કોમ્યુનિકેશન સિસ્ટમ), યુનિવર્સિટી ઓફ રૂરકી-૧૯૮ર (ગોલ્ડ મેડાલીસ્ટ), માસ્ટ ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશન (માર્કેટિંગ અને ફાયનાન્સ), સધર્ન ક્રોસ યુનિવર્સિટી, ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા, ર૦૦૦ની પદવીઓ પણ મેળવી છે. તેમ પશ્ચિમ રેલવેની અખબારી યાદીમાં જણાવ્યું હતું.