વેરાવળ, તા.૩૦
કેશોદથી વેરાવળ તરફ આવી રહેલ ઇન્ડીગો કાર નં.જીજે-૨૪-એ-૨૩પપ ડારી ટોલબુથ પસાર થયેલ ત્યારે નજીકમાં જ કાર બંધ પડી જતા કારમાં સવારે બે યુવાનો ધક્કો મારી રહેલ દરમ્યાન કારનો દરવાજો ખુલી જતા તેમાંથી એક વાછરડુ બહાર નિકળી ગયેલ ત્યારે ત્યાં હાજર એક ગૌરક્ષકોનું ધ્યાન જતા તેને અન્ય સાથીને બોલાવી કારમાં તપાસ કરતા તેમાં દોરડા વડે પાછલી સીટ અને ડેકીમાં બાંધેલ આઠ વાછરડા-વાછરડીઓ મળી આવતા તમામ ગૌવંશને મુકત કરાવેલ હતા. ગૌરક્ષકોને જોઇ કારચાલક સહિતના ત્રણેય શખ્સો કાર મુકી નાસી છુટવા દોટ લગાવેલ ત્યારે ત્યાં હાજર અન્ય યુવાનોએ પીછો કરતા રફીક સતાર પટણી રહે.સોમનાથ ટોકીઝવાળો પકડાઈ ગયેલ જયારે બાકીના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયેલ હતા. જો કે, યુવાનોના ટોળાએ પકડયોલ ખાટકી શખ્સને મેથીપાક આપી પોલીસને સોપેલ હતો. આ ઘટનાથી રોષે ભરાયેલ યુવાનોના ટોળાએ ઇન્ડીગો કારને આગ ચાંપી રોષ ઠાલવ્યો હતો. આગ અંગે જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ બંબા સાથે દોડી જઇ આગને કાબૂમાં લીધેલ હતી. પોલીસે ત્રણેય ખાટકીઓ સામે પશુઘાતકીપણાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ મંધરાએ હાથ ધરી છે.