(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
ડિંડોલી દિપકનગરમાં રોજના ઘર કંકાશથી કંટાળીને પત્નીએ તેના રૂમમાં ભાડેથી રહેલા ધર્મના માનેલા સગીરભાઈ સાથે મળીને પતિને મોઢા અને માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારી કરપીણ હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે મુતકના ભાઈની ફરિયાદ લઈ પત્ની અને તેના ભાઈ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.ડિંડોલી દિપકનગરમાં રહેતા પંકજ રામસ્વરૂપ ગુપ્તા જરીના કારખાનામાં મજુરી કામ કરી પત્ની અને ત્રણ સંતાનનું ભરણપોષણ કરે છે. પકંજ સાથે તેના રૂમમાં ૧૭ વર્ષનો સગીર પણ સાથે રહે છે. જેના પંકજની પત્ની સોનીબેન ધર્મનો ભાઈ માને છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી પંકડ ઘરે નજીવી બાબતે સોની સાથે અવાર- નવાર ઝઘડો કરતો હતો. રોજના ઘર કંકાશથી સોની કંટાળી ગઈ હતી અને તેના ધર્મના ભાઈ સાથે મળી ગઈકાલે રાત્રે પંકજને માથા અને મોઢાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. સવારે પકંજનો ભાઈ સુબોદ ગુપ્તા મળવા માટે ગયો ત્યારે પંકજની લાશ લોહી લુહાણ હાલતમાં ઘરમાંથી મળી આવી હતી. અને ઘરમાં પોલીસ પણ હતી. પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી હતી. બનાવ અંગે પોલીસે મૃતક પંકજના ભાઈ સુબોદની ફરિયાદ લઈ તેની ભાઈ સોની અને સગીર આકાશ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.