વેરાવળ, તા.૧૯
વેરાવળના પટણી સમાજના મધ્યમવર્ગના યુવક નોમાન એ ડિપ્લોમાં ઇન કમ્પ્યુટર એંજિનિરિંગના છઠ્ઠા સેમસ્ટરમાં ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી પરીવાર સાથે સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. નોમાન પોતાની અથાગ મહેનત અને પરીશ્રમથી આ પરીક્ષામાં પાસ થયેલ છે ત્યારે આ જોશીલા યુવાનને ધારાસભ્ય વિમલ ચુડાસમા એ પ્રમાણપત્ર અને પુસ્પગુચ્છ આપી બીરદાવેલ છે. આ પ્રસંગે નોમાનના પરિવારજનો સાથે રહેલ હતા. આ તકે ધારાસભ્ય વિમલભાઇ એ તમામ સમાજના યુવાનો વિધાર્થી નોમન ની રાહ ઉપર શૈક્ષણિક જગતમાં આગળ વધી ગુજરાત તથા વેરાવળ ગીર સોમનાથનું નામ રોશન કરે તેમ જણાવેલ હતું. આ તકે ધારાસભ્યના કાર્યાલયે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠ્ઠા,મહિલા પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપપ્રમુખ અશ્વિનભાઇ સુયાણી સહીતના કાર્યકરો ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.