હિમતનગર, તા.૧૧
વિજયનગર તાલુકાના ચંદવાસા તથા આસપાસના ચાલવિયા, બોદર સહિતના અન્ય ફળિયાઓમાં અવર-જવર કરવા માટે નદી પર ડીપ નહીં બનાવાતા ગ્રામજનો આગામી તા.ર૩ એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે જે અંગે ચંદવાસા ગામના કેટલાક રહીશોએ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
આ લેખિત રજૂઆતમાં ચોલવિયા સમદરભાઈ પુનાજી તથા કાવાભાઈ પુનાજીએ કરેલા આક્ષેપ મુજબ ગત વર્ષ તા.૩૦/૧૦/ર૦૧૮ના રોજ ચંદવાસા ગામે યોજાયેલ રાત્રીસભામાં તત્કાલીન કલેક્ટરે હાજરી આપી હતી જેમાં ગ્રામજનો દ્વારા ચોવલિયા, બોદરા, બારા અને ડામોર ફળિયા તરફના રસ્તા પર આવેલ નાની નદીમાં થઈને અવર-જવર કરવા માટે ડીપ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે કલેક્ટર સંલગ્ન વિગભામાં જાણ કરી ઘટતી કાર્યવાહી કરવા સુચના પણ આપી હતી.
બીજી તરફ આ અંગે ચંદવાસા ગામના લોકોએ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તે અંગે તેમની પાસે કોઈ રજૂઆતકે ડીપ બનાવવા માટે બજેટની ફાળવણી કરવા અંગે આદેશ કરાયા નથી જેના લીધે ગ્રામજનોમાં ખૂબ જ નારાજગી પ્રસરી છે જેને લઈને ગ્રામજનોએ મહિલાઓ, યુવાનો તથા જાગૃત મતદારોએ ભેગામળીને ડીપ નહીં તો વોટ નહીં તેવા બેનરો સાથે સુત્રચ્ચાર કરીને અધિકારીઓનું ધ્યાન દોરવાના પ્રયાસ કર્યા છે.
ગ્રામજનોના જણાવાયા મુજબ પ૦૦થી વધુ મતદારો ધરાવતા ચંદવાસા ગામે ચૂંટણી માટે તંત્ર દ્વારા અલઈાયદા ચૂંટણી બુથની ફાળવણી કરાઈ હોવા છતાં ગ્રામજનોએ ડીપ નહીં તો વોટ નહીં તેવી માંગ સાથે ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જે અંગે બુધવારે જિલ્લા કલેક્ટરને કરાયેલી લેખિત રજૂઆત બાદ તંત્ર ચંદવાસા ગામની સુવિધા માટે કેવા પગલા લે છે તે જોવાનું રહ્યું ઉલ્લેખનીય છે કે, આ વખતે જો નદી પર ડીપ બનાવવા માટે ઠોસ કાર્યવાહી નહીં કરાય તો ગ્રામજનો અધીકારીઓના પ્રલોભનો કે લાલચમાં આવીને નમતુ નહીં જોખે એમ ગ્રામજનોનું કહેવું છે.
ડીપ નહીં તો વોટ નહીં ચંદવાસા સહિતના આસપાસના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કારની ચીમકી

Recent Comments