ડીસા,તા.૧૮
ડીસાના ભોપાનગર વિસ્તારમાં અગાઉની અદાવત મામલે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી સર્જાઇ હતી અને પોલીસ ફરિયાદ થતા તપાસ ચાલુ હતી. તે દરમિયાન ૧૫ જેટલા લોકોના ટોળાએ જૂની અદાવત રાખી યુવક પર હુમલો કરતા અફરાતફરી મચી હતી. જે ઘટનાના પગલે દોડી આવેલી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ડીસાના ભોપાનગર ખાતે રહેતા શૈલેષભાઈ કાનભાઈ રાઠોડ પોતાનું જીપડાલુ ગેરેજમાં રીપેર કરાવતા હતા. તે દરમિયાન જૂની અદાવત મામલે જુનાડીસા ગામના ૧૫ શખ્સોનું ટોળું ગાડી ભરી આવી શૈલેષભાઈ રાઠોડ ઉપર હુમલો કર્યો હતો. જેને લઈને આસપાસના વિસ્તારમાં તંગદિલી છવાઈ હતી. જો કે સ્થાનિક લોકોએ વચ્ચે પડી શૈલેષભાઈને છોડાવ્યા હતા ઘટનાના પગલે દક્ષિણ પોલિસની ટિમ આવી જતા હુમલો કરનાર શખ્સો નાસી ગયા હતા. દક્ષિણ પોલીસે આ મામલે આસપાસમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી હુમલોખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.