ડીસા, તા.૩૧
ડીસા તાલુકાના રામસણ ગામમાં ગતમોડી રાત્રિએ ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ચોરી કરતા પહેલા તસ્કરોએ મુખ્ય વીજલાઇન કાપી આખા ગામમાં અંધારપટ કર્યુ હતુ. આ પછી એકસાથે ૯મકાન અને ૫ મંદીરના તાળા તોડી અંદાજીત ૧૦ લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે ગત મોડીરાત્રિએ એકથી વધુ સંખ્યામાં તસ્કરોએ સામુહીક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ચોરી કરતા અગાઉ તસ્કરોએ ગામની વીજડીપીની લાઇન કાપી દીધી હતી. જેનાથી આખા ગામમાં એકસાથે અંધારપટ છવાઇ જતા તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હતુ.અને અગાઉથી મેળવેલી વિગતોને આધારે તસ્કરો એકસાથે ૯ મકાન અને ૫ મંદીરમાં ચોરી કરી હતી. ખતરનાક તસ્કરો ૧૪ સ્થળોએથી સરેરાશ ૧૦ લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.