(સંવાદદાતા દ્વારા)
ડીસા, તા.૧૪
ડીસાના વાડીરોડ ખાતે અંતિમ ધામનું લોકાર્પણ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના હસ્તે સંપન્ન થયું હતું. કરોડોના ખર્ચે નિર્માણધીન આ મુક્તિધામમાં ડીસા પાલિકા તેમજ દાતાઓએ મુક્ત મને દાન આપ્યું છે જેને લઈ સમગ્ર ગુજરાતમાં અનોખું આધુનિક રમણીય મુક્તિધામ નિર્માણ પામ્યુ છે. મુક્તિધામના લોકાર્પણ પ્રસંગે ડીસા પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી, ઉપપ્રમુખ કાંતિલાલ સોની , સિનિયર સીટીઝન એવા ડો. કિશોરભાઈ આશનાની, ચન્દ્રકાન્તભાઇ મિસ્ત્રી, પ્રકાશભાઈ ભરતીયા, દેવચંદભાઈ સોની, હાથીભાઈ વાઘેલા, રમેશભાઈ જોશી, સતિષભાઈ પંચાલ, કિશોરભાઈ માળી, રાજુભાઇ ઠક્કર , રાજુભાઇ ઠાકોર તેમજ રંજનબેન ખત્રી, નિલેશભાઈ પરમાર, દેવુભાઈ માળી, અશોકભાઈ ઠક્કર, તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, કિશોરભાઈ ત્રિવેદી, મનોજભાઈ પટેલ, સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ આજના લોકાર્પણ પ્રસંગે દાતાઓ તેમજ પાલિકા તંત્રનો પણ મુક્તિધામમાં ઉદાર હાથે સહયોગ તેમજ દાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.