ડીસા, તા.૧૫
ડીસાની મધ્યમાં ફુવારા સર્કલ નજીક પાલિકા દ્વારા નિર્મિત રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષ આવેલું છે જેમાં અનેક દુકાનો અને ઓફિસો આવેલી હોઈ દિવસ દરમિયાન અનેક લોકોની અવરજવર પણ રહેતી હોય છે. જોકે લાંબા સમયથી આ કોમ્પ્લેક્ષની પાછળનો સિડીનો ભાગ અતિ જર્જરિત થવા પામ્યો હતો. આ બાબતે સ્થાનિક વેપારીઓ દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં પણ પાલિકા દ્વારા આ સિડી અને સ્લેબનું સમારકામ કરવામાં સતત બેદરકારી દાખવવામાં આવતી હતી. જોકે અતિ જર્જરિત એવો આ સ્લેબ મંગળવારે બપોરના સુમારે અચાનક ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બપોર હોઈ લોકોની અવરજવર ઓછી હોઈ જાનહાનિ ટળી હતી પરંતુ અચાનક બપોરે ધડાકો થતા આસપાસમાં લોકોમાં ગભરાહટ સાથે દોડધામ મચી હતી. આ મામલે સ્થાનિક અને કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓએ પાલિકા તંત્રની લાપરવાહી સામે ભારે બળાપો ઠાલવ્યો હતો.
Recent Comments