ડીસા, તા.૧ર
ડીસા હીરા બજારમાં આજે ધોળા દિવસે હવામાં ફાયરીંગ કરી આંગડિયા પેઢીના કર્મચારીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી લાખો રૂપિયાની લૂંટની ઘટનાથી શેહર ભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ કે અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારી જીતેન્દ્ર કુમાર પંચાલ અને શંકરભાઇ સાંઈબાબાના મંદિરથી બે થેલા લઇ એક્ટિવા પર પોતાની ઓફિસ પર જઇ રહ્યા હતા. ત્યારે સફેદ ગાડીમાં આવેલા કોઈ અજાણ્યા શખ્સો કે. અશ્વિન આંગડિયા પેઢીના કર્મચારી જીતેન્દ્રભાઈ પંચાલને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હવામાં ફાયરીંગ કરી બે બેગમાં ભરેલા અંદાજે લાખો રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત કર્મચારી જીતેન્દ્રભાઈ પંચાલને સારવાર અર્થ ડીસા સિવિલમાં ખસેડાયો હતો. જો કે, અંદાજીત લાખો રૂપિયાની લૂટ થઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પોલીસે શેહર ભરમાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશન નજીક આવેલ હીરા બજારમાં લૂંટની ઘટના બનતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લૂંટારૂઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે શેહર પોલીસ ડીવાયએસપી ડીસામાં લૂંટ તસ્કરરાજ અટકાવે તેવી લોકોએ માગણી કરી હતી.
ડીસામાં આંગડિયા પેઢીના કર્મીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી લાખો રૂપિયાની લૂંટ

Recent Comments