અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ગુજરાતના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થવાથી ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ અહમદભાઈ પટેલ સાથેના સંસ્મરણો વાગોળી કોંગ્રેસે અદનો આગેવાન ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. શ્રદ્ધાંજલિ સભામાં ડીસા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, એઆઈસીસી સેવાદળના સચિવ પ્રકાશભાઈ ભરતિયા, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી સંજયભાઈ દેસાઈ, સેવાદળના સંગઠક જોરાભાઈ જોશી, એનએસયુઆઈના પ્રમુખ હાર્દિકભાઈ પઢિયાર, દિનેશભાઈ કે. ચૌહાણ, વિજયભાઈ સુદ્રાસણા, કાંતિભાઈ પરમાર ડાવસ, બાબુભાઈ પાનકુટા બલોધર, ગુલાબભાઈ માળી, જોગાજી માજીરાણા, નિલેશભાઈ પરમાર, શ્રી દેસાઈ જેરડા કરસનભાઈ ભરતજી ઠાકોર, કાન્તિલાલ દેવર, રાજુભાઈ દેસાઈ મકતુપુર, હિતેશભાઈ દેસાઈ જીતુભાઈ સાધુ, શુભમભાઈ સૈની, હરિભાઈ માળી રૂપાભાઈ માજીરાણા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.