(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૫
ગુજરાતમાં ખેડુતોને ફસલ યોજના અંતર્ગત વળતર ચુકવવા વિમા કંપનીઓ પોતાની મનમાની ચલાવતી હોઇ ખેડુતો લાલઘૂમ થઈ ગયા છે તેથી કુદરતી આફતમાં વ્યાપક નુકસાનથી ધરતીપુત્રો એવા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યા છે તેમછતાં રાજ્ય સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને ફસલ વિમા યોજના અંતર્ગત વળતર ચુકવવાની સતત અવગણના કરવામાં આવી રહી છે કમોસમી વરસાદના લીઘે ખેડૂતોના પાકને ભારે નુક્શાન થવા પામ્યું છે જેને લઈને ખેડુતો ચિંતિત બન્યાં છે સરકાર દ્વારા ખેડૂતોને પુરતાં પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળતા નથી સમયસર ધિરાણ મળતું નથી. છેલ્લા દસ વર્ષમાં કંટાળીને ગુજરાત સહીત સમગ્ર દેશમાં હજારો ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે જેના માટે ગુજરાત સરકાર તેમજ તેમના અઘિકારીઓ જવાબદાર છે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી હતી. જેમાં ચિમકી ઉચ્ચારી હતી કે પંદર દિવસની અંદર ખેડુતોની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ડીસામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આપ દ્વારા ના.કલેક્ટરને આવેદન

Recent Comments