ડીસા, તા.૧૧
ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ઉમિયાનગર પાસે આવેલ એક કોમ્પલેક્ષની બહાર એક તૂટેલી કોટડીમાં છેલ્લા પાંચ વર્ષથી દારૂણ સ્થિતિમાં રહેતા અશક્ત વૃદ્ધ તેમની માનસિક રીતે વિકલાંગ દીકરી સાથે કોઈ જ આશ્રય કે આવક વિના આસપાસના લોકોના સહારે લાચાર જીવન પસાર કરતા હતા. જો કે આ વાતની જાણ હિન્દુ યુવા સંગઠનના યુવાનોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને નાની કોટડીમાં અતિકરૂણ અને ગંદકીથી લથપથ હાલતમાં લાચાર જીવન ગુજારતા જોઈ તેઓ દ્રવી ઉઠ્યા હતા અને આ બન્ને પિતા- દીકરીને સ્નાન કરાવી, વાળ કાપી, ચંપલ અને કપડાં પહેરાવીને સ્વચ્છ બનાવી શુદ્ધ ભોજન કરાવી તેમની કાયમી સારસંભાળ માટે ડીસામાં આવેલા સુદામા વૃધ્ધાશ્રમ ખાતે મૂકી ખૂબ જ ઉત્તમ માનવતાવાદી કાર્ય કરી સેવાનું અનોખું ઉદાહરણ પૂરૂં પાડ્યું છેે.