(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૮
આગામી નગર પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નરેન્દ્રભાઇ પટેલને ડીસા શહેર કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તેઓએ ડીસા શહેરના આગેવાનો તેમજ કાર્યકરો સાથે બેઠક યોજીને નગર પલિકાના તમામ વોર્ડ દીઠ વિસ્તૃત અભ્યાસ કરી આગામી દિવસોમાં ડીસા પાલીકાની ચૂંટણી અંગે રણનીતિ તૈયાર કરવા સઘન ચર્ચા કરેલ. જે બેઠકમાં ડીસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પી.વી.રાજગોર, ડીસા શહેર પ્રમુખ શૈલેષ વ્યાસ, ન.પા.ના પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહ, ગુજ.પ્રદેશ યુથ કોંગ્રેસના સંજયભાઈ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દિપકભાઈ પટેલ, મહોબતભાઈ ખોખર, જોરાભાઇ જોષી, વિજયભાઈ સુદાસના, રાજુભાઈ મહેશ્વરી, એન.એસ. યુ. આઈ.ના હાર્દિકભાઈ પઢિયાર, નિલેશભાઈ પરમાર, મુકેશ ભાઈ સોલંકી, પ્રભાતભાઈ દેસાઈ, ગુલાબભાઈ માળી, પ્રકાશભાઈ દેસાઈ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પ્રભારીનું સન્માન પણ કરેલ.