ડીસા,તા.૧૨
ડીસા માર્કેટયાર્ડના સંચાલક મંડળની બેઠક આજે માર્કેટયાર્ડના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં ડીસા તાલુકામાં જુદા જુદા અકસ્માતમાં મોતને ભેટેલ કમનસીબ મૃતકના પરિવારને ડીસા માર્કેટયાર્ડ દ્વારા રૂપિયા એક લાખની સહાયના ચેક ચેરમેન માવજીભાઇ દેસાઇ સહિત ડીરેકટરોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ સંચાલક મંડળ દ્વારા ડીસા શહેર તેમજ તાલુકાની પાંચ વર્ષ થી સીત્તેર વર્ષ સુધીની જનસંખ્યા ને અકસ્માત વિમા યોજનામાં સમાવેશ કરીને “અકસ્માત વિમા સુરક્ષા કવચ” પુરૂ પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા તાલુકામાં જુદાજુદા અકસ્માતમાં મોતને ભેટેલ કમનસીબ મૃતકોના પરીવારને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ ડીરેકટરોના હસ્તે રૂપિયા એક એક લાખની સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, “ડીસા શહેર અને તાલુકાની જનતાને ડીસા માર્કેટયાર્ડ દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂપિયા ૫૦ લાખ થી વધુનું પ્રિમિયમ ભરીને વિમા સુરક્ષા કવચ પુરૂ પાડ્યું છે. સોમવારે ડીસા શહેર-તાલુકાના ૧૫ જેટલાં પરીવારોને રૂપિયા એક એક લાખની સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં.