(એજન્સી)             તા.૧૯

બેંગ્લુરૂ પોલીસે ગયા અઠવાડિયે ડીજે હલ્લી વિસ્તારમાં થયેલી હિંસાના ભાગરૂપે ૩૪ વર્ષીય સમીઉદ્દીન જે જે.જી. હલ્લી વિસ્તારનો રહેવાસી છે અને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ)નો એક કહેવાતો કાર્યકરની ધરપકડ કરી હતી. શહેર પોલીસે ઉઘાડુ કર્યું કે તે આરએસએસ કાર્યકર રૂદ્રેશ મામલા-ર૦૧૬ના  આરોપી સાથે સતત સંપર્કમાં હતો અને તાજેતરમાં પર્દાફાશ કરાયેલા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) પ્રેરિત સ્થાનિક આતંકી મોડયુલ અલ-હિંદના સભ્યો સાથે છેલ્લા  કેટલાક વર્ષોથી સંપર્કમાં હતો. જો કે બંને મોડયુલ વિશે માનવામાં આવી રહ્યું છે કે તેમનો પર્દાફાશ થઈ ગયું છે અને નવી વાત બહાર આવી છે કે સમિઉદ્દીન બંને કેસોના આરોપીઓ સાથે સતત સંપર્કમાં હતો, જે તપાસને વધુ ખોલી દેશે કે હજુ પણ આ મોડયુલના અવશેષો સક્રીય છે અથવા ધરપકડ કરાયેલ આરોપી આવા કોઈ મોડયુલનો ભાગ છે કે નહીં એક  વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ મોડયુલના કોઈપણ સભ્યો જો સક્રિય હશે, તો ડીજે હલ્લી હિંસામાં તેમની ભૂમિકા વિશે જાણવું રસપ્રદ બાબત હશે. તપાસ અત્યારે હાલમાં તેના પ્રાથમિક તબક્કા માં જ છે, અને આ બંને કેસો વચ્ચે કોઈ સીધી કડી હાલમાં જોડી શકાય નહીં સમીઉદ્દીનની ધરપકડ તકનિકી પુરાવાના આધારે કરાઈ હતી જે સંકત આવતા હતા કે તે ઘાતક રાત્રે હિંસાની ઘટના સ્થળે તે હાજર હતો. એક અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આ  વ્યકિત શહેર પોલીસના ધ્યાનમાં અગાઉ પણ આવ્યો હતો. જયારે કટ્ટરવાદી મોડયુલ્સ સાથેની તેની શંકાસ્પદ કડીઓ વિશે શંકા ઉદ્રભવિ હતી. પણ પુરાવાના અભાવના સંદર્ભે તેની ધરપકડ કરાઈ ન હતી. પરંતુ કોલ ડિટેઈલ રેકોર્ડસ (સીડીઆર)ની સંપૂર્ણ તપાસ પછી એવું બહાર આવ્યું છે કે બંને કેસોના આરોપીઓ સાથે તે સતત સંપર્કમાં હતો. ઓકટોબર ર૦૧૬માં આરએસએસ કાર્યકર રૂદ્રેશની શિવાજીનગરમાં હત્યા કરી નખાઈ હતી અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સભ્યોની ધરપકડ કરાઈ હતી, આ સંગઠન એસડીપીઆઈ સાથે સંકળાયેલો છે. એનઆઈએ એ કેસની તપાસ કરી હતી. આ તપાસ એજન્સીએ રાજયના બહુવિધ સ્થળો ઉપર  ફેબ્રુઆરી ર૦ર૦માં દરોડા પાડયા હતા અને અલ-હિંદ નામક એક નવા આતંકી મોડયુલનો પર્દાફાશ કર્યો હતો, જે આઈએસથી પ્રેરીત છે. એનઆઈએએ ૧૭ શંકાસ્પર્દો ઉપર આરોપનામો નોંધ્યો, જે આ વર્ષે જુલાઈમાં ફાઈલ થયું હતું, જેમાં દક્ષિણ ભારતમાં આતંકી હુમલા કરવા માટે અને ભારતમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવા માટે ર૦૧૯થી સક્રિય હોવાનો આરોપ લગાવાયો છે. ચાર્જશીટમાં કહ્યા પ્રમાણે આ મોડયુલ એક અજાણ્યા ૧પને સંભાળનાર વ્યકિત સાથેના  સંપર્કમાં હતું, અને ઈન્ટરનેટ દ્વારા આતંકી હુમલા કરવાનું આયોજન કરી રહ્યું હતું, પણ તે પહેલા જ તેનો પર્દાફાશ થઈ ગયું. આ દરમ્યાન ડી.જે. હેલ્લી પોલીસે ફરિયાદમાં નોંધાયેલ એક મુખ્ય આરોપી વાજીદની ધરપકડ કરી છે જે હિંસાની રાત્રે પી.નવીન કુમાર વિરૂદ્ધ સોશિયલ મીડિયા ઉપર ઈસ્લામ વિરૂદ્ધ વાંધાજનક પોસ્ટ નાખવા બદલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો. અને પાછળથી ટોળાને હિંસક થવા ઉશ્કેર્યો હતો તેની સાથે એસડીપીઆઈ નેતા મુઝમ્મીલ પાશા હતો જેમનું માનવું હતું કે પોલીસ પલ. નવીનકુમારના રક્ષણ બચાવ કરી રહી હતી. ડી.જે. હેલ્લીની પરિસ્થિતિ અત્યારે પણ તંત્ર રહે છે, જો કે તે નિયંત્રણમાં છે પોલીસે કહ્યું.