(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સુરત જિલ્લાના કડોદરામાં ઘરમાં ડુપ્લીકેટ નોટો છાપતા ઇસમોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસેે ત્રણેય યુવકની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ચાર રસ્તા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી લેવામાં સફળતા મળી હતી. બારડોલીનો એક યુવક ૧૦૦ના દરની ૫૦૦ ડુપ્લીકેટ નોટ સાથે ફરતો હતો. જેને જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સાથે જ આ કેસમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપી બારડોલી અને મહુવાના વતની છે. પૈસાની તંગીને લઇ શોર્ટકટમાં રૂપિયા કમાવવા ઘરે જ ચલણી નોટો છાંપીને વટાવવા જઇ રહ્યા હતા. ત્યારે ઝડપાયઇ ગયા હતા. કુલ કેટલી નોટો અત્યાર સુધી છાંપી અને કોને-કોને આપવામાં આવી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.