સુરત, તા.૧૬
ડુમસના કાંદી ફિળયામાં સરપંચની ચૂંટણી અને ઈલેક્ટ્રીક લાઈટની ચોરીનો વહેમ રાખી માકુવાલા દંપતિ પર ડુમસીયા બંધુઓએ નરાજથી હુમલો કરી ઢોર મારમારી ફેકચર કર્યું હોવાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ છે.
ડુમસ ગામ કાંદી ફળિયુ જલારામનગરમાં રહેતા બિપિન છીમકા માકુવાલા અને તેની પત્ની જિજ્ઞાશાબેન પર ગામમાં જ રહેતા સોહેલ અનિલકુમાર ડુમસીયા અને અક્ષય ડુમસીયાએ ગઈકાલે સવારે સરંપચની ચૂંટણી અને ઈલેક્ટ્રીક લાઈટની ચોરીનો વહેમ રાખી નરાજથી ઢોર મારમાર્યો હતો. આરોપીઓ બિપીનને માથામાં હાથના ભાગે જ્યારે જિજ્ઞાશાબેનને હાથ અને પગના ભાગે મારમારી ફેકચર કરી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે જિજ્ઞાશાબેનની ફરિયાદને આધારે પોલીસે ડુમસીયા બંધુઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.