(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૧
ખાંભા તાલુકાના ડેડાણ ગામે પત્રકાર દ્વારા દારૂ વેંચવા અંગેના સમાચાર છાપતા તેની દાઝ રાખી બુટલેગરોએ પત્રકાર ઉપર લોખંડનો પાઇપ અને લાકડી અને હોકી વડે હુમલો કરી ઈજા પહોચાડતા ખાંભા પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે મળતી વિગતો અનુસાર ખાંભા તાલુકાના ડેડાણ ગામે રહેતા અને લોકલ ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા મોહસીનખાન મજીદખાન પઠાણને તે જ ગામમાં રહેતા અલારખખા ઉમરખા પઠાણ અને શાબાજખાં ઉર્ફે સુર્યાભાઈ ઈક્બાલખાન અને અલ્તાફખાન અલારખખાન નામના શખ્સોએ મોહસીનખાનને બસ સ્ટેશને સોડા પીવા ગયેલ ત્યારે અલારખખા કહેલ કે, હું દારૂ વેંચું છું તેનું વારંવાર છાપામાં કેમ આપે છે તું દારૂ વહેંચવા બાબતનું છાપવાનું બંધ કરી દેજે નહીંતર તને જાનથી મારી નાખીશું તેમ કહી શાહબાઝે પકડી રાખી અલારખખા અને અલ્તાફખાને હોકી તેમજ લોખંડના પાઇપ વતી અને લાકડી વતી માર મારી ઇજા પહોંચાડતા મોહસીનખાનને પ્રથમ ખાંભા અને ત્યાંથી અમરેલી સારવારમાં ખસડેલ હતો આ અંગે ખાંભા પોલીસમાં ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.