રાજપીપળા, તા. ર૦
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામે દારૂની રેઇડમાં ગયેલ નર્મદા ન્ઝ્રમ્ ટિમ પર બુટલેગરોએ તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.જો કે પોલીસ જવાનોએ પોતાની હિંમત બતાવી જાનનાં જોખમે બુટલેગરો પાસેથી તલવાર ખુંચવી ત્રણની ધરપકડ કરી હતી.જોકે અંધારાનો લાભ લઇ એક બુટલેગર ફરાર થઈ ગયો હતો.રેડ દરમિયાન પોલીસે ૨૯ પેટી દારૂ,૧ ક્રુઝર ગાડી મળી ૫,૧૮,૫૦૦ મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગુરુવારની મોડી રાત્રે નર્મદા LCB™kt PSI એ.ડી.મહંત, સહિત ૮ પોલીસ જવાનો ડેડીયાપાડામાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રથી તરફથી એક તૂફાન ક્રુઝર દારૂ ભરીને ડેડીયાપાડાના ભરાડા ગામ તરફ આવી રહી છે. ત્યારે બાતમીને આધારે LCB ટીમે ભરાડા ગામે વોચ ગોઠવી હતી.જેમાં MH ૧૯ CF ૪૬૫૨ નંબરની તૂફાન ક્રુઝર ત્યાં આવી હતી અને તેમાંથી ૪ ઇસમો દારૂ ઉતારતા હતા તે સમયે જ પોલીસે રેઇડ કરતા જ બુટલેગરોએ પોલીસનો સામનો કરવા માટે કહી ગાડીમાંથી તલવારો કાઢીને પોલીસ પર હુમલો કર્યો હતો.દરમિયાન જીવનાં જોખમે નર્મદા LCB ના જવાનોએ બુટલેગરો પાસેથી તલવારો ખેચી લઇને ૩ બુટલેગરોને જબ્બે કર્યા હતા.જો કે અંધારાનો લાભ લઇ સ્થાનિક બુટલેગર પોલીસને ધક્કો મારીને ફરાર થયો હતો.
પોલીસે બુટલેગરો સાથે ઝપાઝપી કરતા એક હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર ઈશ્વર વસાવાને સામાન્ય ઇજા થઇ હતી.બાદમાં પોલીસે ૨૯ પેટી ઇંગ્લીશ દારૂ રૂ.૧.૧૫ લાખ તથા તૂફાન ક્રુઝર સહીત ૫,૧૮,૫૦૦ રૂ.નો મુદામાલ જપ્ત કર્યો છે.તો પોલીસે રાજેશ પ્રભાકર વસાવે,રૂપેશ કાંતીલાલ વસાવે તથા રાજેન્દ્ર ઉર્ફે નકો રામજી વસાવાની ધરપકડ કરી હતી જ્યારે અજય કાલીદાસ વસાવાને વોંટેડ જાહેર કર્યો છે.સમગ્ર બનાવ બાબતે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી છે.
ડેડિયાપાડામાં પોલીસ પર બુટલેગરોનો તલવાર વડે હુમલો : ત્રણની ધરપકડ

Recent Comments