નવી દિલ્હી,તા.૮
વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન ડેરેન સેમીએ આક્ષેપ કર્યો છે કે આઇપીએલમાં તે હૈદરાબાદની ટીમ વતી રમતો હતો ત્યારે તેની વિરૂદ્ધ રંગભેદલક્ષી કોમેન્ટ થતી રહેતી હતી. અમેરિકામાં તાજેતરમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફલોઇડનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું એને પગલે વિશ્વભરમાં અશ્વેત લોકોએ જે આંદોલન શરૂ કર્યું છે. એ સંદર્ભમાં તેણે ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુજબ લખ્યું હતું. સેમીએ લખ્યું છે કે ‘હું આઇપીએલમાં હૈદરાબાદ વતી રમતો ત્યારે મારા વિશે ‘કાલુ’ શબ્દનો પ્રયોગ કેમ થતો એ મને હવે ખબર પડી. અમુક લોકો મને અને શ્રીલંકાના પરેરાને એ જ નામથી ઓળખાવતા હતા. પહેલાં તો હું માનતો હતો કે કાલુ એટલે કાળો ઘોડો. જોકે, મને એનો ખરો અર્થ ખબર પડયો ત્યારે મારા ગુસ્સાનો કોઈ પાર નહોતો.