અંકલેશ્વર, તા.૩૦
રાષ્ટ્રીય નેતા તથા લોકલાડીલા નેતા અહમદભાઈ પટેલના દુઃખદ નિધનથી તમામ લોકોમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે પિરામણના ડે. સરપંચ ઈમરાન પટેલે જણાવ્યુ હતું કે આજદિન સુધી ગામમાં વિકાસ તથા સુવિધા ફાળવવામાં મુખ્ય ફાળો રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલ નો છે તેઓને જ્યારે પણ ગામના વિકાસમાં કોઈક કમી માલૂમ પડી ત્યારે હમેશા મદદ માટે સૂચના આપતા જેમાં ગામમાં સી.સી.ટી.વી. કેમેરા હોય પીવાના પાણીની સુવિધા હૉય રસ્તા, ગાર્ડન, હેલિપેડ, કબ્રસ્તાનમાં સુવિધા સ્કૂલ, મંદિર તથા કોઈપણ ધર્મના મંદિર, મસ્જિદ, ચર્ચ જ્યાં રસ્તા તથા અન્ય સુવિધાઓ ઊભી કરવા માટે અહમદભાઈ પટેલ હમેશા તત્પર રહેતા હતા. ડે. સરપંચ ઈમરાન પટેલે જણાવ્યુ હતું કે, મર્હૂમ અહમદભાઈ પટેલના નિધનથી આ દેશ રાજ્ય તથા ગામમાં ન પુરાય તેવી ખોટ પડશે મર્હૂમને પરવરદિગાર જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા કરે અને એમના કુટુંબી જનો પર આવી પડેલી આફતમાં સબ્રે જમીલ અતા કરે આમીન…
Recent Comments