(એજન્સી) કાનપુર, તા.૩
કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજના આચાર્ય ડૉ.આરતી દવે લાલચંદાણીએ કોવિડ-૧૯ અંગે ખાસ કરીને તબ્લીગી જમાત અને મુસ્લિમો સામે કરેલી નફરતપૂર્ણ ટિપ્પણી બદલ લેખિતમાં માફી માંગી હતી અને માફી માંગતો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. પોતાના પત્રમાં તેમણે માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર દેશના મુસ્લિમોની માફી માંગી હતી. તેમણે લખ્યું હતું કે, મુસ્લિમોની લાગણી દુભાવવા બદલ હું ખૂબ દિલગીર છું. તેમણે મુસ્લિમો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓ જેમ છેલ્લા ૩૮ વર્ષોથી સેવા કરી રહ્યા છે તેમ આગળ પણ મુસ્લિમોની સેવા કરવાનું ચાલુ રાખશે. તેમણે વધુમાં લખ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ મદદ માટે તેમનો સંપર્ક કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ડૉ.આરતીનો એક ગુપ્ત વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે કોરોના વાયરસ ફેલાવવા માટે તબ્લીગી જમાતના સભ્યો અને મુસ્લિમોને ત્રાસવાદી ગણાવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગુનેગારોને ખુશ કરી રહ્યા છે.
ડૉ.ચંદાણીએ નફરતપૂર્ણ ટિપ્પણી બદલ વિશ્વના મુસ્લિમોની માફી માંગી

Recent Comments