(એજન્સી) તા.૩
વર્તમાન સમયમાં મલેશિયામાં આશ્રય મેળવી રહેલા ડૉ. ઝાકિર નાયકે ટિ્‌વટર પર ઝાયરા વસીમનું સમર્થન કર્યુ હતું. તાજેતરમાં તીડના હુમલા અંગે ઝાયરા વસીમે કુર્આનમાં આપેલી વિગતો અંગે ચર્ચા કરી હતી અને તેના પછી તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
જો કે, ઝાયરા વસીમની વાતને સમર્થન આપવા માટે ડૉ. ઝાકિર નાયકે ફેસબુક હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે ડૉ. ઝાકિર નાયક છેલ્લે ૨૦૧૬થી મલેશિયામાં શરણ મેળવી રહ્યા છે.
વી સપોર્ટ ઝાયરા વસીમ ડિસીઝન ટુ ક્વિટ બોલિવૂડ એન્ડ સ્પ્રેડ ધ મેસેજ ઓફ ઈસ્લામ ઓન સોશિયલ મીડિયા શીર્ષક હેઠળ પોસ્ટ કરેલા વીડિયોમાં ડૉ. ઝાકિર નાયક ઝાયરા વસીમના ટીકાકારોને જવાબ આપી રહ્યા છે. નાયકે દલીલ કરી હતી કે બોલિવૂડનો મોટાભાગનો હિસ્સો મુસ્લિમોને લાયક નથી અને બોલિવૂડમાંથી બહાર નીકળવા માટે વ્યક્તિએ ઘણી હિમ્મત અને સાહસની જરૂર હોય છે કેમ કે તે પ્રસિદ્ધ થઈ ચૂકી હોય છે.
તેમણે કહ્યું કે ઝાયરાને તેનું ફળ તો અલ્લાહ જ આપશે. તે સારું કામ કરી રહ્યાં છે અને ઈસ્લામિક ઉપદેશો ફેલાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ઝાયરા વસીમે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પૂર અને તીડના સંકટ વિશેની એક કુર્આન સંબંધિત માહિતી વર્ણવી હતી.