કોડીનાર તા.૧૧
કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદ ડોકટરોને જટીલ સર્જરીની છૂટ આપવામાં આવતા તેના વિરોધમાં કોડીનાર આઈ. એમ.એ.ડોકટરોએ આજે સજ્જડ બંધ પાળી કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આઈ.એમ.એ. દિલ્હી અને આઈ.એમ.એ. એસોસિએશન ગુજરાત દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં આજે બંધ પાળી આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરાયું હોય તેના અનુસંધાને કોડીનાર આઇ.એમ.એ. એસોસિએશનના પ્રમુખ ડો. બી.એમ.પરમારની અધ્યક્ષતામાં કોડીનારના આઈએમએ ડોકટરોએ આજે તેમના કલીનીક હોસ્પિટલ સવારે ૬થી સાંજના ૬ વાગ્યા સુધી બંધ રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો હતો.