(એજન્સી) ડોકલામ, તા.૧૯
ચીને કહ્યું કે ડોકલામ હંમેશા ચીનની હુકુમત હેઠળ છે. તેથી સરહદે સૈનિકો અને લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે થઈ રહેલી મોટાપાયે બાંધકામ પ્રવૃત્તિઓને ચીને ઉચિત ગણાવી ભારતને આ મુદ્દે કોઈ ટીકા ન કરવા કહ્યું છે. ડોકલામના વિવાદીત સ્થળ નજીક ચીન દ્વારા તેના વિસ્તારમાં થઈ રહેલા બાંધકામ અને સૈન્ય સંકુલોના નિર્માણના અહેવાલો બાદ ચીને પ્રતિક્રિયા આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લુકેન્ગે કહ્યું કે ડોકલામ વિવાદને લગતા અહેવાલોની નોંધ લીધી છે. આવા ફોટો કોણ મોકલે છે તે હું જાણતો નથી પરંતુ આ અંગે તેમની પાસે કોઈ ઉંડી માહિતી નથી. ચીન ભારત સાથે ફરી વિવાદો ઊભા કરી રહ્યું છે. તેવા અહેવાલો ચિંતાજનક છે. ચીનની ડોકલામ અંગેની સ્થિતિ સ્પષ્ટ છે. ડોકલામ ચીનનું છે અને તે ચીનની હુકુમતમાં આવે છે તેથી આ મુદ્દે કોઈ વિવાદ નથી. લુએ કહ્યું કે ચીનના સાર્વભૌમત્વ ઉપર ભૂતાન પણ દાવો કરે છે. સરહદ પર પેટ્રોલિંગ માટે સીમા પર તૈનાત દળોના રહેઠાણની અને લોકોની સુવિધા માટે આ બીજા દેશો પણ ચીનની ભૂમિ પર બાંધકામ અંગે કોઈ વિરોધ નહીં કરે. સરહદે બાંધકામ પર ભારતની દખલથી ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં મડાગાંઠ સર્જાઈ છે. ભારત-ચીનના દળો વચ્ચે ડોકલામ મુદ્દે બે માસ સુધી મડાગાંઠ સર્જાઈ હતી. હવે ભારત આ મુદ્દે સબક લઈ આવા બનાવો ટાળવાનું શીખે. હાલમાં બન્ને દેશોના વડાઓ બ્રિક્સ શિખર વાર્તામાં મળ્યા ત્યારે આ મુદ્દો બાજુએ રાખ્યો હતો તે અંગે લૂએ કહ્યું કે ભવિષ્યના વિકાસને લગતા દ્વિપક્ષીય મુદ્દે સંબંધ સુધારવા વાતચીત થઈ હતી. આ મુદ્દે બન્ને નેતાઓ વચ્ચે થયેલ સમજૂતી બન્ને પક્ષો અમલ કરે જે સ્થિરતા અને શાંતિ માટે હતી. ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યું હતું કે, ડોકલામ વિવાદનો મુદ્દો બન્ને દેશો વચ્ચે રાજનૈતિક ચર્ચાથી ઉકેલાઈ ગયો છે. જેમાં બન્ને દેશોના સીમા દળો હવે સામસામે નહીં આવે. ડોકલામ સ્થિતિને યથાવત જાળવી રાખવામાં આવશે. કોંગ્રેસે ડોકલામ મુદ્દે સરકાર ઉંઘતી રહી હોવાનો આરોપ મૂકી કહ્યું છે કે ભારતની સલામતી અને વ્યુહાત્મક હિતની સાથે સમાધાન કરાયું છે.