(એજન્સી) કીવ,તા.ર૧
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે એમનો દેશ ટ્રમ્પ સાથે સંબંધ ધરાવતા કૌભાંડના પ્રશ્નોથી થાકી ગયું છે. વોશિંગ્ટનમાં ટ્રમ્પ સામે મહાભિયોગ ચલાવવા બાબત સુનાવણી ચાલી હતી. જે ચર્ચાઓને ધ્યાનમાં રાખી એમણે ટિપ્પણી કરી હતી. એમણે કહ્યું અમારો પોતાનો દેશ છે, અમારી સ્વતંત્રતા છે અમને અમારા પ્રશ્નો છે જે બાબત ટ્રમ્પને સમજવી જોઈએ. ગયા અઠવાડિયે વોશિંગ્ટનમાં ચર્ચા થઈ હતી કે શું ટ્રમ્પે યુક્રેનને લશ્કરી સહાય આપવા બંધ કરવા આદેશ આપ્યો હતો. યુક્રેન ઉપર ટ્રમ્પ દબાણ ઉભું કરવા માગે છે કે એ અમેરિકાની આગામી ચૂંટણીના પ્રતિસ્પર્ધા જો બિડેન અને એમના પુત્ર હંટર સામે તપાસો શરૂ કરે. અમેરિકાના પત્રકારે ઝેલેન્સ્કીને પ્રશ્ન કર્યો હતો કે શું તમે બિડેનના પુત્રની સામે તપાસો શરૂ કરશો કે એમના સંબંધો યુક્રેનની એનર્જી કંપની બુરિસ્યા સાથે છે કે નહીં. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે બુરિસ્યાથી થાકી ગયા છીએ. વોશિંગ્ટનમાં ટ્રમ્પ સામે થયેલ મહાભિયોગની સુનાવણીમાં ઝેલેન્સ્કી પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે ફોન ઉપર વાત કરી હતી અને એમાં પોતાનો અંગત એજન્ડાનો અમલ કરવા ઝેલેન્સ્કી ઉપર ભાર મુકયો હતો. ઝેલેન્સ્કીને કહેવાયું હતું કે હંટર બુરિસ્યાના બોર્ડ ઉપર હતા તે સમયે કંપનીમાં ગેરરીતિઓ થઈ હતી એની તપાસ કરે. ઝેલેન્સ્કીએ કહ્યું કે હું ટ્રમ્પના મામલામાં પડવા નથી માગતો કારણ કે એનાથી યુક્રેનના હિતોને નુકસાન થશે, અમે અમેરિકાનો આદર કરીએ છીએ પણ એમ એમના કર્મચારીઓની જેમ નહીં વર્તી શકીએ અમે સ્વતંત્ર દેશ ધરાવીએ છીએ.