(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૩
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારનામા અંગે ફરી વિવાદ થયો છે. ટ્રમ્પે પોર્નસ્ટાર સાથે સંબંધ બનાવ્યા હતા અને ત્યારબાદ મોઢું બંધ રાખવા લાખો રૂપિયા આપ્યા હોવાના અહેવાલ છે. અમેરિકી અખબાર ધી વોલસ્ટ્રીટ જનરલના અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ ર૦૦૬માં ગોલ્ફ મેચ દરમિયાન સ્ટીફેની કલિકોર્ડને મળ્યા હતા. પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના નામે ફિલ્મો કરતી હતી. ત્યારબાદ બન્ને રિલેશનશીપમાં રહ્યા હતા. ટ્રમ્પ અને મેલાનિયાના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા. રાષ્ટ્રપતિના એક અંગત વકીલે સાર્વજનિક રીતે આ વાતનો ઉલ્લેખ નહીં કરવા માટે પોર્નસ્ટાર કિલફોર્ડને ૧.૩૦ ડોલર (૮ર.૬૯ લાખ) ચૂકવ્યા હતા. વોલ સ્ટ્રીટના રિપોર્ટ મુજબ ક્લિફોર્ડ ર૦૧૬માં એબીસી ન્યૂઝ સાથે વાત કરવા તૈયાર થઈ હતી. પરંતુ ચૂંટણીઓ પહેલાં ટ્રમ્પ અને ક્લિફોર્ડ વચ્ચે સમજૂતી થઈ હતી કારણ કે આ વાત જાહેર ન કરાય. ટ્રમ્પના વકીલ માઈકલ ક્લિફોર્ડના વકીલ કીથ ડેવિડસનના માધ્યમથી આ મામલો દબાવવામાં સફળ થયા. અખબારના દાવા મુજબ કેસ દબાવવા જે નાણાં પોર્નસ્ટારને અપાયા હતા તે સીટી નેશનલ બેંક લોસ એનજલ્સમાં જમા કરાવાયા હતા. ર૦૧૧માં ટ્રમ્પે આવું કઈ બન્યાનો ઈન્કાર કર્યો હતો. ક્લિફોર્ડ પોર્નસ્ટારની માતાએ કહ્યું કે તેમણે ૧ર વર્ષથી પોતાની પુત્રીની સાથે વાત કરી નથી. તે આવા કોઈ ટ્રમ્પ સાથેના સોદાથી શારીરિક સંબંધોથી અજાણ છે. પોર્નસ્ટારની માતા શીલા વીમરે કહ્યું કે પુત્રી ક્લિફોર્ડે તેની મરજી મુજબ ઘર છોડી ગઈ છે. પરંતુ તે ટ્રમ્પને પસંદ કરે છે. ટ્રમ્પે દેશ માટે ઘણું સારું કામ કર્યું છે.