(એજન્સી) વોશિગ્ટન, તા. ૨૨
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ચર્ચાની ચગદોળે છે. આ વખતે તેમણે ભારતીય લઢણની નકલ કરીને વડાપ્રધાન મોદીનું અનુકરણ કર્યું હતું. વોશિગ્ટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર, ટ્રંપ પ્રશાસન આ વખતે અફઘાનિસ્તાનમાં ૧,૦૦૦ અમેરિકી સૈનિકો મોકલવાનું આયોજન કરી રહ્યાં છે. ટ્રમ્પ મોદીના વખાણથી પ્રેરિત થયાં હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે મોદીની નકલ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. મોદીએ ૨૦૧૭ માં અમેરિકાની મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાનમાં અમેરિકાની ભૂમિકાના વખાણ કર્યાં હતા. ટ્રમ્પ પ્રશાસનના એક સીનિયર અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિને ભારતીય લઢણશૈલી પસંદ છે અને તેઓ ભારતીય વડાપ્રધાનનું અનુકરણ કરે છે. મજાની વાત એ છે કે આ અહેવાલ એવે ટાણે આવ્યો છે કે જ્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવું કહ્યું હતું કે દેશના વિકાસ માટેની મોદીની વિકાસ નીતિઓએ ટ્રંપને પ્રેરિત કર્યાં છે. જોકે ભારતીય લઢણશૈલીની નકલ કરવી ટ્રમ્પ માટે નવી નવાઈની વાત નથી. એપ્રિલ ૨૦૧૬ માં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રંપે ભારતમાં કોલ સેન્ટર પ્રતિનિધિની હાંસી ઉડાવવા માટે નકલી ભારતીય શૈલી વાપરી હતી. સાથે સાથે તમણે ભારતને મહાન સ્થળ તરીકે ગણાવ્યું હતું તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે હું ભારતીય નેતાઓ પર ગુસ્સે નથી.